- 11 Apr, 2026
- 28
Local Body Elections 2026 : રાજકોટ ભાજપમાં મોટો ઉલટફેર, વોર્ડ નં.7માં શૈલશ જાનીનું પત્તુ કપાયું, ડો.નેહલ શુકલએ બાજી મારી
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો છે. આજે મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 7 માં ઉમેદવારની જાહેરાત બાદ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો નામની જાહેરાત થતા અનેક સ્થાનો પર કાર્યકરોમાં નારાજગી જોવા મળીત. તો કેટલાકે સગાવાદ અને માનિતા ને ઘી..કેળા..નો આક્ષેપ લગાવ્યો. ભાજપમાં થતા આંતરિક ડખાએ પક્ષની શિસ્ત પર સવાલો ઉભા કર્યા છે.
વોર્ડ નં.7માં મોટો ઉલટફેર શૈલશ જાનીનું પત્તુ કપાયું
રાજકોટમાં પક્ષ દ્વારા વોર્ડ-7 માટે સત્તાવાર રીતે શૈલેષ જાનીના નામની જાહેરાત કરવામાં આવી છે અને તેમને મેન્ડેટ પણ આપી દેવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, જ્યારે શૈલેષ જાની ઉમેદવારી માટે સ્ટેજ પર હાજર હતા, ત્યારે જ બીજી તરફ તેમનું પત્તું કાપવા માટેના પ્રયાસો તેજ બન્યા હતા. જાણવા મળતી વિગતો મુજબ, નેહલ શુક્લ અને તેમના પરિવાર દ્વારા છેલ્લી ઘડીએ જોરદાર લોબિંગ શરૂ કરવામાં આવ્યું છે. આખરે નેહલ શુકલના લોબિંગનો લાભ મળ્યો અને શૈલેષ જાનીનું પત્તુ કાપી સંગઠન દ્વારા ડોક્ટરને ટિકિટ આપવામાં આવી.











