- 17 Mar, 2026
- 61
ઉના દલિતકાંડમાં એટ્રોસિટી એક્ટ હેઠળ 5 દોષિતોને 5 વર્ષની સજા : 10 વર્ષે આવ્યો ચુકાદો
Gir Somnath Una Dalit Scam Case Verdict: ગીર સોમનાથના બહુચર્ચિત ઉના દલિતકાંડ કેસમાં કોર્ટનો ચુકાદો આવી ગયો છે. ગીર સોમનાથ ઉના કાંડમાં દોષિતોને કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી છે. સેશન્સ જજ પંડ્યા દ્વારા પાંચેય આરોપીઓને સજા સંભાળવવામાં આવી છે. એટ્રોસિટી એક્ટ હેઠળ તમામને 5 વર્ષની સજા કરાઈ છે. આરોપીઓને IPC 523, 524 હેઠળ 3 વર્ષની સજા ફટકારી છે. તો IPC 342 અને 504 હેઠળ 2 વર્ષની સજા કરાઈ છે. આ સાથે જ તમામ આરોપીઓને ₹5,000નો દંડ ફટકારાયો છે.



