ઐતિહાસિક નગરી પાટણમાં આજે આધુનિક સુવિધાઓથી સજ્જ 'આઇકોનિક બસ સ્ટેશન'નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ 77.38 કરોડના ખર્ચે નવનિર્મિત આ બસ સ્ટેશન જનતાને સમર્પિત કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, કિર્તીભાઈ પટેલ, લવિંગજી ઠાકોર અને મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

કોંગ્રેસ પર પ્રહાર અને કાયદો-વ્યવસ્થા

લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, "કોંગ્રેસના શાસનમાં ગામડાઓમાં એક નવી બસ મેળવવા માટે ધક્કા ખાવા પડતા હતા, જ્યારે ભાજપ સરકારે મુસાફરોની સુવિધા માટે 25,000 જેટલી નવી બસોનું લોકાર્પણ કર્યું છે." આ સાથે જ તેમણે પાટણના લુખ્ખા-તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓ સામે લાલ આંખ કરતા સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, કોઈપણ અસામાજિક તત્વને બક્ષવામાં આવશે નહીં.

Share :

સંબંધિત સમાચાર