- 27 Mar, 2026
- 34
Weather News : ગુજરાતમાં ગરમીને લઈ રાહતના સમાચાર, માર્ચ મહિનાના અંતમાં હવામાન વિભાગે વરસાદની કરી આગાહી
30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, દાહોદ, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, આંધી અને ભારે પવન ફૂંકાવાની સંભાવના છે અને વરસાદ પડવાની શકયતાઓ છે, ઓમાન તરફના દરિયામાં ન જવા માછીમારોને સૂચના આપવામાં આવી છે અને પવનની ગતિ 45થી 65 કિમી રહેવાની સંભાવના છે.
એક અઠવાડિયા માટે ગુજરાતમાં ગરમીથી રાહત : IMD
એક અઠવાડિયા માટે ગુજરાતમાં ગરમીથી રાહત મળશે તેવું અનુમાન India Meteorological Departmentનું છે, અમુક વિસ્તાર સિવાય તાપમાન સામાન્ય રહેશે અને 24 કલાક પછી તાપમાનમાં ઘટાડો થશે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે અને 29, 30 માર્ચ માટે ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, વાવાઝોડા અને વીજળીનું એલર્ટ જાહેર કરાયું છે અને હળવા વરસાદની પણ આગાહી કરાઈ છે.







