- 23 Mar, 2026
- 28
Weather News : વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, માર્ચ મહિનાના અંતમાં ફરી પડી શકે છે કમોસમી વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, માર્ચ અંતમાં પશ્ચિમ વિક્ષેપના લીધે કેટલાક ભાગમાં કમોસમી વરસાદની શક્યતા છે અને 4 થી 8 એપ્રિલમાં ભારે પવન સાથે હવામાનમાં પલટો આવશે અને 26 માર્ચથી ગુજરાતના મોટા ભાગમાં પવ ની ગતિ વધશે અને કમોસમી વરસાદની શકયતા રહેલી છે.
8 થી 16 એપ્રિલમાં પણ પ્રોમોન્સન એક્ટિવિટીથી વરસાદની શકયતા : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 20 મે થી બંગાળ ઉપસાગર વધુ સક્રિય બનશે અને ભારેથી અતિભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા રહેલી છે, અરબી સમુદ્રમાં પણ 20 મેં થી 20 જૂન સુધી ચક્રવાતની શક્યતા છે, ચક્રવાત ઓમાન તરફ જાય તો ભારતમાં વરસાદની સંભાવના ઓછી રહેલી છે, પવનની ગતિના કારણે બાગાયતી પાકોને નુકસાન થશે અને આંબાના પાકોને પણ નુકસાન થવાની શક્યતા છે





