- 18 Mar, 2026
- 38
Gujarat Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવશે, આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
ગુજરાતમાં આજે માવઠાની આગાહી કરવામાં આવી છે. 18થી 20 માર્ચ સુધી રાજ્યમાં વરસાદી માહોલ હોવાની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત જોવા મળી છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવશે.જેના કારણે આજે પાટણ, બનાસકાંઠા, ડાંગ, તાપી,નવસારી, વલસાડ, જામનગર, મોરબી અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે 19 માર્ચે દિવ, દાદરાનગર હવેલી, કચ્છ, મહિસાગર અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 માર્ચે કચ્છ, બનાસકાંઠા અને મહેસાણા સહિત સાબરકાંઠામાં વરસાદની શક્યતાઓ છે.




