ગુજરાત વિધાનસભાના સત્રનો આજે 22મો દિવસ છે. આજે ગૃહમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિકોડ સિવિલ કોર્ડ બિલ રજૂ કરવામાં આવશે. વિધાનસભામાં સાધુ સંતોનું આગમન થયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ બીલ રજૂ થાય તે પહેલા જ એક્સ પર એક પોસ્ટ કરી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, આજે સમાન નાગરિક સંહિતા બિલ ગૃહમાં લાવીશ. સમાનતાનો સંકલ્પ અને સંવિધાનનું સન્માન છે.

 

UCCને લઇ DYCM હર્ષ સંઘવીનું નિવેદન

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ ઈતિહાસમાં સોનેરી દિવસ છે. UCC વિધાનસભા ગૃહમાં મૂકવા જઈ રહ્યા છે. 1947માં આઝાદી મળી. દેશમાં નિયમો સમાજ અને ધર્મ આધારિત રહ્યા છે. સૌથી વધુ નુકસાન માતા અને બહેનોને થયું છે. દેશના તમામ લોકો માટે એક સરખા નિયમ લવાશે.ખૂબ મોટું રક્ષણ માતા બહેનોને મળશે.UCC કોઈ એક ધર્મ માટે નથી પણ બધા ધર્મ માટે સમાન છે. દેશમાં બીજા રાજ્ય તરીકે UCC લાવી રહ્યા છે. મુખ્યમંત્રીને હું ખૂબ અભિનંદન આપું છું.

Share :

સંબંધિત સમાચાર