- 15 Apr, 2026
- 36
Iran US Deal: શાંતિ કરાર મામલે Donald Trumpનો ખુલાસો, 48 કલાકમાં યોજાઇ શકે છે બેઠક
મહિલા પત્રકાર સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, આગામી શાંતિ મંત્રણા ઇસ્માબાદમાં કરાશે.
ટ્રમ્પના ફોનથી આશ્ચર્ય
ઇસ્માબાદમાં ફરી અમેરિકા અને ઇરાન એકત્ર આવશે. 48 કલાકમાં બન્ને દેશ ડીલ કરવા માટે એકસાથે આવશે. આ મામલે કેટલિન કહે છે કે, તેમના જીવનમાં પહેલી વાર કોઈ રાષ્ટ્રપતિએ ફોન કર્યો છે. કેટલિને કહ્યું હતુ કે, તેઓ અહીં કાર્યક્રમનું કવરેજ કર્યા પછી જવાની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન, અફવાઓ ફેલાઈ હતી કે પાકિસ્તાનમાં બીજા રાઉન્ડની બેઠકો યોજાઈ શકે છે. અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસેથી આ વિશે પૂછપરછ કરવા માંગતા હતા. 37 મિનિટ પછી, ટ્રમ્પે મને ફોન કરીને કહ્યું કે, ઇસ્લામાબાદમાં રહો. ત્યાં બેઠક યોજાઈ શકે છે.
કોણ છે પત્રકાર કેટલીન ડૂર્નબોસ ?
કેટલિન હાલમાં ન્યૂ યોર્ક પોસ્ટ માટે વિદેશી અને રાષ્ટ્રીય બાબતોના સંવાદદાતા તરીકે સેવા આપે છે. તે વ્હાઇટ હાઉસમાંથી પણ રિપોર્ટિંગ કરે છે. તેણીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ કેયુ યુનિવર્સિટીમાં મેળવ્યું હતું. જ્યાં તેણીએ પત્રકારત્વમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેણીએ ટેક્સાસ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી. કેટલીને એક અહેવાલ માટે સામૂહિક રીતે પુલિત્ઝર પુરસ્કાર જીત્યો છે. આ વર્ષે, તેણીને અમેરિકાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.











