તાજા સમાચાર

શું તમારું આખું શરીર તો પાતળું છે, પણ પેટ પર ચરબી જામી રહી છે? ગરદનની જાડાઈ વધી રહી છે અને દરેક સમયે થાક અનુભવાય છે? આને હળવાશથી ન લો. શરીરમાં થઈ રહેલા આ બધા ફેરફારો ફેટી લિવરના સંકેત હોઈ શકે છે.

હવે તમે એવી દલીલ કરી શકો છો કે, ફેટી લિવર તો દારૂ પીવાથી થાય છે અને હું આલ્કોહોલને હાથ પણ નથી લગાવતો/લગાવતી. તો તેનો સીધો જવાબ એ છે કે, ફેટી લિવર ફક્ત દારૂ પીવાથી થતું નથી. જંક ફૂડ ખાવું, કોલ્ડ ડ્રિંક પીવું અને એક જગ્યાએ બેસી રહેવા જેવી રોજિંદા જીવનની નાની-નાની ખરાબ ટેવો પણ આ બીમારીને જન્મ આપી શકે છે.

‘ધ લેન્સેટ રિજનલ હેલ્થ યુરોપ’માં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ અમેરિકા, બ્રિટન, જર્મની અને ફ્રાન્સમાં લગભગ 2 કરોડ લોકો નોન-આલ્કોહોલિક ફેટી લિવરથી પીડાઈ રહ્યા છે, પરંતુ 75% લોકોને ખબર જ નથી કે તેઓ જોખમમાં છે.

ફેટી લિવર ડિસીઝ હવે યુવાનોને પણ ઝડપથી પોતાની ઝપેટમાં લઈ રહી છે. ‘જર્નલ ઑફ હેપેટોલોજી’ અનુસાર, દુનિયાની લગભગ 38% વસ્તી ફેટી લિવરથી પ્રભાવિત છે, જેમાં લગભગ 25% લોકો દારૂ પીતા નથી. હેલ્થ સ્ટડીઝ મુજબ, શહેરી ભારતના 30-40% લોકો કોઈને કોઈ સ્તરની ફેટી લિવર સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે.

Share :

સંબંધિત સમાચાર