અમદાવાદના કણભામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ચાવલાજમાં દારૂ મુદ્દે SMCએ રેડ કરી હતી. રામાપીર મંદિર નજીક મેદાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં અંદાજિત 1. 35 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. પોલીસે 6 વાહનો અને ચાર મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કણભા પોલીસ સ્ટેશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

 

રામાપીર મંદિર નજીક મેદાનમાં દરોડો પાડ્યો

અમદાવાદના કણભામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ મુદ્દે દરોડા પાડવામાં આવ્યા હતાં. ચાવલાજમાં રામાપીર મંદિર નજીક મેદાનમાં પાડેલા આ દરોડા દરમિયાન 6 વાહનો અને 4 મોબાઈલ સહિત 1.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સપ્લાયર સહિત 9 આરોપીઓ ફરાર થઈ ગયા છે. સમગ્ર મામલે કણભા પોલીસ સ્ટેશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પંજાબ અને ચંડીગઢની ડિસ્ટિલરીમાંથી બનાવાયેલ દારૂ પકડાયો હોવાનો ખુલાસો થયો છે.  

Share :

સંબંધિત સમાચાર