Ahmedabad: બે દિવસ સુધી રહશે ગરમીનો પ્રકોપ, ત્રીજી મે બાદ તાપમાનમાં ઘટાડો
દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના
હવામાન વિભાગે આવતીકાલે દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપી છે. રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ હોવાથી આ સૂચના આપવામાં આવી છે. રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રીજી મેના રોજ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ચોથી મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
Also Read
Ahmedabadમાં 2 અને 3 મેના રોજ આ વિસ્તારોમાં વીજ પૂરવઠો રહેશે બંધ
Ahmedabadના ચંડોળા તળાવને લઈ તંત્રનું સતત ત્રીજા દિવસે ઓપરેશન કલિન યથાવત
Ahmedabadના કણભામાંથી ઝડપાયું દારૂનું ગોડાઉન, SMCએ બાતમીના આધારે પાડયા દરોડા
ગાજવીજ સાથે વરસાદની આગાહી
5 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દિવમાં વરસાદની આગાહી કરાઈ છે. 6 મે રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.