તાજા સમાચાર

જન્માષ્ટમીનો મેળો

જિલ્લા કલેક્ટર વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે જન્માષ્ટમીનો મેળો આયોજિત કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના આ સુપ્રસિદ્ધ જન્માષ્ટમીના લોકમેળામાં દર વર્ષે 10થી 15 હજાર લોકોનું મહેરામણ ઉમટે છે. વર્તમાન સ્થળ પર રેસકોર્સનું મેદાન ટ્રાફિક અને લાખો લોકોની હાજરીથી નાનું પડી રહ્યું છે. લોકમેળામાં ઉમટતી જનમેદનીના કારણે લોકમેળાનું સ્થળ બદલવાનો નિર્ણય પર વિચાર કરવામાં આવી રહ્યો છે. લોકોની સુરક્ષા અને હાલમાં બનતી આગની ઘટનાઓને લઈને સુરક્ષા અને યોગ્ય વ્યવસ્થાપનના ભાગરૂપે જન્માષ્ટમીના મેળો આગામી સમયમાં અન્ય સ્થાન પર યોજાઈ શકે છે.  TRP ગેમઝોન દુર્ઘટના બાદ રાજકોટમાં રેસ કોર્સ મેદાન ખાતે યોજાયેલ લોકમેળોમાં રાઈડધારકો અને મેળામાં લાગેલા સ્ટોલને લઈ કડક નિયમો બનાવવામાં આવ્યા હતા. જેમાં લોકમેળામાં જે લોકો રાઈડધારકો છે તેમણે ફરજિયાત વીમો તેમજ દુકાનધારકોએ દુકાનમાં સીસીટીવી તેમજ ફાયરના સાધનો મૂકવાની ફરજ પાડવામાં આવી હતી.

Also Read

TRP ગેમ ઝોન દુર્ઘટનાની અસર

મહત્વનું છે કે 2024માં TRP ગેમ ઝોનમાં થયેલી આગની દુર્ઘટનાનામાં મોટાપાયે જાનહાનિ થઈ હતી. ગેમઝોન દુર્ઘટના બાદ તંત્રએ મનોરંજન રાઇડ્સ માટે કડક નિયમો લાગુ કર્યા હતા. આ ઘટના બાદ રાજ્યભરમાં અનેક સ્થાનો પર કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફરી મોટી સંખ્યામાં મેળામાં જોવા મળતી રાઈડસમાં કોઈ અઘટિત બનાવ ના બને માટે તકેદારીના ભાગરૂપે જન્માષ્ટમી મેળાનું સ્થાન બદલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ભારે ટ્રાફિક દબાણના કારણે હાલમાં જ્યાં મેળો યોજાય છે ત્યાં રેસકોર્સ મેદાનમાં રાઇડ્સ લગાવવાની મંજૂરી આપવી મુશ્કેલ બની છે. આથી, તંત્ર શહેરની બહાર લોકમેળા માટે યોગ્ય સ્થળ શોધી રહ્યું છે, જેથી સુરક્ષા અને વ્યવસ્થાપન સુનિશ્ચિત કરી શકાય. હાલમાં, આ અંગેની ચર્ચાઓ ચાલુ છે અને તંત્ર દ્વારા ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.

Share :

સંબંધિત સમાચાર