Gandhinagar: DyCM હર્ષ સંઘવીએ નાગરિકોને આશ્વસ્ત કર્યા, અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
PM નરેન્દ્ર મોદીની તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક બાદ આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી રાજ્યની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યમાં પાયાની સુવિધાઓ અને ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈ પણ પ્રકારની અફવાથી ડરવાની જરૂર નથી.
પુરવઠાની સ્થિતિ અને PNG ને અગ્રતા
DyCM એ જણાવ્યું કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ અંગેની અફવાઓ પાયાવિહોણી છે. સરકાર હવે પીએનજી (PNG) કનેક્શનને અગ્રતા આપી રહી છે.આગામી દિવસોમાં અમદાવાદમાં 11,350 નવા PNG કનેક્શન અપાશે. દેશના કુલ PNG કનેક્શનના 23 ટકા માત્ર ગુજરાત પાસે છે. છેલ્લા 10 દિવસમાં જ 12,000 થી વધુ PNG અને 300 કોમર્શિયલ કનેક્શન આપવામાં આવ્યા છે. હોસ્પિટલ અને સ્કૂલ જેવી સંસ્થાઓને પ્રથમ અગ્રતા અપાશે.



