તાજા સમાચાર

આ ભરતી મેળામાં 100 જેટલી અગ્રગણ્ય વિવિધ કંપનીઓ યુવાનો માટે રોજગારીની તકો પ્રદાન કરશે

તા.21 એપ્રિલથી 25 એપ્રિલ સુધી તબક્કાવાર વિવિધ કંપનીઓ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તા.21 એપ્રિલના રોજ મેન્યુફેક્ચરિંગ તેમજ ઓટોમોબાઇલ સેકટર, તા.22 એપ્રિલના રોજ ફાર્માસ્યુટિકલ તેમજ હેલ્થકેર સેકટર, તા.23 એપ્રિલના રોજ બેન્કિંગ, ફાઇનાન્સ તેમજ ઇનસ્યુરન્સ સેકટર, તા.24 એપ્રિલના રોજ માર્કેટિંગ, સેલ્સ & સર્વિસ, જેમ્સ & જ્વેલરી સેકટર અને સિક્યુરિટી સર્વિસ તથા તા.25 એપ્રિલના રોજ આઇ.ટી. તેમજ ટેક્ષટાઈલ, હોટેલ & રેસ્ટોરન્ટ સેકટર દ્વારા યુવાનો માટે વિવિધ પદો પર રોજગારીની તકો પ્રદાન કરવામાં આવશે.આ ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છૂક યુવાનો/ઉમેદવારોએ પોતાની લાયકાત અનુસાર ઉક્ત સેક્ટરને ધ્યાને લઈ પોતાનો બાયોડેટા અને આધારકાર્ડ સાથે રાખી તા.21 એપ્રિલથી 25 એપ્રિલ, 2025 દરમિયાન સવારે 11.00 વાગ્યે હાજર રહેવું.

Share :

સંબંધિત સમાચાર