Heatwave: ગરમીના લીધે અમદાવાદે રેકોર્ડ સર્જ્યો, ઈતિહાસમાં ત્રીજીવાર મહત્તમ તાપમાન નોંધાયું
બદલાતી વરસાદી સિસ્ટમએ મોસમનો બદલ્યો મિજાજ
તેમજ અમદાવાદ શહેરમાં સતત ત્રણ દિવસથી રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ રહી છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર મે માસમાં પણ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર રહે છે પરંતુ હાલ અમદાવાદમાં મે મહિના પડે તેવી ગરમી એપ્રિલના ઇતિહાસમાં પહેલીવાર પડી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મોસમે મિજાજ બદલ્યો છે, ત્યારે આ વર્ષે ઉનાળાની શરૂઆતની સાથે જ ત્રણ વાર વેસ્ટન ડીસ્ટર્બન્સની અસર સક્રિય થઈ અને ભર ઉનાળે માવઠાનો માર ગુજરાતવાસીઓએ સહન કરવાનો વારો આવ્યો હતો.
Also Read
Ahmedabad: નવનિર્મિત બાલવાટિકાની એન્ટ્રી ફી થઈ નક્કી, મુલાકાતીઓએ ચૂકવવા પડશે 50 રૂપિયા
Ahmedabad: હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યના કોઈપણ ખૂણે રહેતા બાંગ્લાદેશી સામે કાર્યવાહી થશે
Ahmedabad: લલ્લા બિહારી અને તેના પુત્ર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ
30 એપ્રિલ 2002માં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું
તેમજ આ 2025ના વર્ષ જેવું વર્ષ 2007માં આવો માહોલ રહ્યો હતો જે બાદ આ વર્ષે ગરમી આકરી બની છે તેમાં આજે અમદાવાદના ઇતિહાસમાં ત્રીજીવાર એપ્રિલમા મહત્તમ તાપમાન 44.8 ડિગ્રી નોંધાયુ છે અગાઉ 27 એપ્રિલ 1958માં 46.4 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું. જે પછી 30 એપ્રિલ 2002માં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ત્યારે પણ અલગ અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી. જેથી ગરમીનું જોર એપ્રિલમાં રહ્યું હતું, જો કે આ વર્ષે હવામાન વિભાગે મે મહિનાની 3થી 6માં વરસાદની આગાહી વેસ્ટન ડીસ્ટબન્સના કારણે આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડશે, જે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી તૈયાર થતા વરસાદ રહેશે જેથી આ વર્ષે ચોમાસુ પણ સારું રહેવાનું હવામાન વિભાગે અનુમાન પણ કર્યું છે.
અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટમાં ગરમીનો ત્રાહિમામ
રાજ્યમાં અગનવર્ષા વરસાવતી કાળઝાળ ગરમીથી ગુજરાતવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે અમદાવાદમાં પણ હીટ વેવની આગાહી આજે આપવામાં આવી છે, મે મહિના સમાન એપ્રિલમાં જ ગરમીએ ભુક્કા બોલાવી નાખ્યા છે. ત્યારે અંગ દઝાડતી ગરમી સૌરાષ્ટ્રના અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ 45 ડિગ્રીએ નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
- Follow us on: