Surat મનપાએ IPO માટે UKથી કલાઈમેટ બોન્ડ સર્ટિફિકેટ મેળવ્યું, નાગરિકોને થશે ફાયદો
સુરત પાલિકા શેરનો વ્યાજદર નક્કી કરશે
પબ્લિક ઈશ્યૂ બહાર પાડવામાં આવશે તો વ્યાજદર પાલિકા નક્કી કરી શકશે. તેથી પાલિકાને બચત પણ થશે. જેને પગલે પાલિકા દ્વારા આ નિર્ણય લેવાયો છે. તેના માટે એજન્સીની નિમણુંક કરવા સહિતની કામગીરી માટેના કામની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે, જેના પર શાસકો નિર્ણય લેશે. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ આઇપીઓ માટે ફેસવેલ્યુ 1000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. મનપાના પર્યાવરણલક્ષી પાંચ પ્રોજેક્ટો 215.98 કરોડ રૂપિયા આંતરિક સ્ત્રોતમાંથી તથા રૂપિયા 168.60 કરોડ રૂપિયા અન્ય સ્ત્રોતમાંથી મેળવવામાં આવશે.
Also Read
- Surat: કતારગામમાં લક્ષ્મી એન્ક્લેવ-1મા આગ લાગી, પાંચ લોકોને રેસ્ક્યુ કરાયા
- Suratના કામરેજની તાપી નદીમાં 3 લોકો ડૂબી જતા મોત, આપઘાતની પોલીસને આશંકા
- Suratમાં તાપી નદી પર મેટ્રોનું કામકાજ પૂરજોશમાં, જુઓ Drone Video
આવકના સ્ત્રોત વધતા શેરબજારના શરણે
શેરબજારમાં મનપાના આગમન સાથે જ આવકના સ્ત્રોત વધતા SMCના બોન્ડ કામમાં લાગશે. શહેરી વિકાસ વિભાગે 200 કરોડનાં ગ્રીન બોન્ડને મંજૂરીની મ્હોર મારતા ટૂંક સમયમાં મનપા શેરબજારમાં લિસ્ટીંગ કરશે. દેશમાં પ્રથમ વખત કોઈ પાલિકા શેરબજારમાં પર્દાપણ કરવા જઈ રહી છે. આજે લોકો વધુ કમાણી મેળવવા શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા કરવા લાગ્યા છે. લોકોમાં આજે દેખાદેખીના કારણે ખર્ચનું પ્રમાણ વધ્યું છે. શાળાઓની મોંઘી ફી તેમજ મોજશોખ વધતા લોકો દ્વારા નાણાકીય આવકના સ્ત્રોત વધારવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મર્યાદિત પગારના ધારાધોરણના કારણે આવક સામે જાવક વધતા લોકો શેરબજારમાં સુરક્ષિત રીતે રોકાણ કરી રહ્યા છે.