- 01 Apr, 2026
- 59
Entertainment: જુનિયર NTRની 'ડ્રેગન'માં મોટો ફેરફાર, ફેમસ અભિનેતાએ છોડી ફિલ્મ, જાણો કારણ
સાઉથ અભિનેતા જુનિયર એનટીઆરની RRR ફિલ્મને સફળતા મળ્યા બાદ બોલીવુડમાં એન્ટ્રી મારી. War-2 ફિલ્મમાં જુનિયર એનટીઆરે ઋતિક રોશન સામે વિલનનો રોલ કર્યો. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર જોઈએ તેવો પ્રતિસાદ ના મળ્યો પરંતુ NTRના કામની પ્રશંસા થઈ. હાલમાં અભિનેતા પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત "ડ્રેગન"ને લઈને વ્યસ્ત છે. જુનિયર એનટીઆરની "ડ્રેગન"ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મમાં વિલનનો રોલ કરનાર ફેમસ મલાયમ અભિનેતાએ ફિલ્મ છોડી દિધાના અહેવાલ છે. NTRની આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થશે તેવી સંભાવના છે.
મલયાલમ અભિનેતા ટોવિનોએ છોડી ડ્રેગન
વેબસાઇટના અહેવાલ મુજબ જુનિયર NTR અભિનીત અને પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત "ડ્રેગન" માં વિલનની ભૂમિકા ભજવવા માટે મલયાલમ અભિનેતા ટોવિનો થોમસની પસંદગી કરવામાં આવી છે. હવે, એવું બહાર આવ્યું છે કે ટોવિનો થોમસે ફિલ્મના શૂટિંગમાં વિલંબને કારણે પ્રોજેક્ટ છોડી દીધો છે. થોમસે પોતે કહ્યું હતું કે, "આ ફિલ્મ માટે તારીખો શોધવી ખૂબ જ મુશ્કેલ છે. તેથી જ તે તે કરી રહ્યો નથી."






.jpg)