Dhurandhar 2 Collection : બોક્સ ઓફિસ પર ધુરંધર-2ની સુનામી,પહેલા દિવસે 100 કરોડની કમાણી કરી બની બોલીવુડની નંબર 1 ઓપનર.
રણવીર સિંહની 'ધુરંધર 2' એ તેના પહેલા દિવસે જ ઇતિહાસ રચ્યો. 'ધુરંધર 2' રિલીઝ થયાના પહેલા જ દિવસે ₹100 કરોડ (US$1.2 બિલિયન) થી વધુ કમાણી કરી બમ્પર ઓપનિંગના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અગાઉની બોર્ડર-2, પુષ્પા, જવાન અને પઠાણની પહેલા દિવસની કમાણીને પાછળ છોડી દેતા 'ધુરંધર 2' ફસ્ટ ડે શાનદાર ઓપનિંગ મેળવનાર બોલીવુડની પ્રથમ ફિલ્મ બની. "ધુરંધર 2" ની શરૂઆત ભારત તેમજ વિદેશી બજારોમાં સારી રહી છે. 'ધુરંધર 2' બોક્સ ઓફિસ પર સુનામી લાવી દેતા આગામી દિવસોમાં રેકોર્ડ બ્રેક કમાણી કરશે તેવા સંકેત આપ્યા.
'ધુરંધર 2' બોલીવુડની નંબર-1 ઓપનર
બુધવારે યોજાયેલ પ્રીવ્યૂ શોમાં ₹50 કરોડથી વધુની કમાણી કરનાર રણવીરની ફિલ્મે પહેલાથી જ રેકોર્ડબ્રેક ઓપનિંગનો સંકેત આપી દીધો હતો. જોકે, ગુરુવારે, રિલીઝના દિવસે, ધુરંધર 2 ના શો સવારથી જ ભરાઈ ગયા, દિવસના અંત સુધીમાં બધી અપેક્ષાઓ કરતાં વધુ કમાણી કરી. રણવીર સિંહની 'ધુરંધર 2' એ પહેલા જ દિવસે ₹100 કરોડની કમાણી કરી બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. જવાન, પઠાણ અને બોર્ડર-2 ના રેકોર્ડ તોડી આ ફિલ્મ બની બોલીવુડની નંબર-1 ઓપનર.



.jpg)