બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા અનેક વખત સમાચારમાં રહે છે. મલાઈકા અને અર્જુન કપૂરના રિલેશનને લઈને સોશિયલ મીડિયામાં અનેક અટકળો ચાલે છે. હાલમાં મલાઈકાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે અભિનેતા સૌરવ બેદીને ગળે લગાવતી અને ડાન્સ કરતી જોવા મળે છે. ડાન્સ કરતી વખતે બંનેની કેમેસ્ટ્રી જોઈ મલાઈક અને સૌરવ વચ્ચે અફેરની અફવા તેજ બની. સોશિયલ મીડિયામાં ચાલતી આ અફવા પર અભિનેત્રી મલાઈકાએ મૌન તોડયું છે.

 

અફરેની અફવા પર મલાઈકાએ આપ્યો સણસણતો જવાબ

મલાઈકાએ કર્લી ટેલ્સ સાથેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું, " અફેરની વાતો હવે ઇરેટેટીંગ લાગે છે. હું આવી વાતોને મજાક તરીકે લઉં છું. મારો પુત્ર અરહાન અને હું આવી વાતો પર હસીએ છીએ. હું ચોક્કસ પ્રકારે કોઈ આયોજન કરી શકતી નથી કે આવું જ થવું જ જોઈએ અને તે આમ થશે. હું મારા જીવનમાં હાલમાં શું ચાલી રહ્યું છે તે શોધવામાં ખરેખર ખુશ છું. તે મને પ્રેરણા આપે છે. જ્યાં સુધી જીવનસાથી અને સાથીદારીની વાત છે, તે અદ્ભુત છે. જો મારે ભવિષ્યમાં કોઈની સાથે સંબંધ બાંધવો હોય, તો તે મારી પોતાની શરતો પર રહેશે.

Share :

સંબંધિત સમાચાર