તાજા સમાચાર

રણવીર સિંહ અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ 19 માર્ચે રિલીઝ થવા માટે શેડ્યૂલ છે. પહેલાં KGF સ્ટાર યશની ફિલ્મ 'ટોક્સિક' પણ 19 માર્ચે જ રિલીઝ થવાની હતી, પરંતુ રિલીઝના 2 અઠવાડિયા પહેલાં જ મેકર્સે તેને પોસ્ટપોન કરી દીધી છે. આ પછી હવે અદિવી શેષની ફિલ્મ ‘ડકૉઇટ’ પણ પોસ્ટપોન થઈ ગઈ છે.

એક્ટર અદિવી શેષે સોશિયલ મીડિયા દ્વારા રિલીઝ ડેટ બદલવાની જાહેરાત કરી છે. તેમણે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં રિલીઝ ડેટ 19 માર્ચ નહીં પણ 10 એપ્રિલ લખેલી છે. આ સાથે એક્ટરે કેપ્શનમાં લખ્યું, ગોલ્ડફિશ 10 એપ્રિલે, વર્લ્ડવાઇડ સિનેમાઘરોમાં. ડકૉઇટ.

Share :

સંબંધિત સમાચાર