તાજા સમાચાર

એક જ દિવસમાં 7 કરોડનું કલેકશન

'જાટ' ફિલ્મે સપ્તાહના અંતમાં હાફ સેન્ચુરી મારી. સોમવારે જાટ ફિલ્મે સૌથી મોટું કલેકશન કરતા 7 કરોડને પાર કર્યું. ફિલ્મને સફળતા મળવાને લઈને સપ્તાહના અંત શનિ અને રવિવારની રજાઓ સાથે સોમવારે દેશભરમાં આંબેડકર જંયતિની રજા હતી તેને માનવામાં આવે છે. ત્રણ દિવસીય રજાના માહોલમાં લોકો ફરવા જવાનો તો ફિલ્મ રસિયાઓએ ફરવા જવાનો પ્લાન કર્યો. સની દેઓલના ફેનને આ ફિલ્મ વધુ પસંદ આવી. અને ગદર-2ની જેમ માઉથ પબ્લિસીટી થતા ફિલ્મે સોમવારે સારું કલેકશન કર્યું.

Also Read

બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી

સોમવાર બાદ મંગળવારના દિવસે પણ થિયેટર્સમાં સની દેઓલના ફેનનો ધસારો રહ્યો. જાટ ફિલ્મ રિલીઝ થતાં જ બોકસ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. 'જાટ' ફિલ્મે મંગળવારે સારું કલેકશન કર્યું. આ ફિલ્મને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. ટ્રૅડ રિપોર્ટ્સ જણાવે છે કે છ દિવસ સુધીમાં ફિલ્મે બૉક્સ ઑફિસ પર હિટ જતા કરોડોના કલબમાં સામેલ થઈ. 6 દિવસની અંદર જાટ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેકશન અંદાજે 53 કરોડ રૂપિયા થયું હોવાનું માનવામાં આવે છે. આ ફિલ્મને લોકોનો સારો રિસ્પૉન્સ મળ્યો છે. ગુરુવારે જાટ ફિલ્મ રિલીઝ થયા બાદ અઠવાડિયાનું કલેકશન 60-62 કરોડ રૂપિયાએ પંહોચ્યું છે. કોઈપણ ફિલ્મ સુપરહિટ થવા પાછળ તેના પ્રથમ સપ્તાહનું ઓપનિંગ મહત્વનું હોય છે. 

'જાટ'ને 'કેસરી' આપશે ટક્કર

સનીદેઓલની જાટ ફિલ્મની સફળતા પર અક્ષય કુમાર બ્રેક લગાવશે. જાટ ફિલ્મને કેસરી ટક્કર આપશે. અક્ષય કુમારની કેસરી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના હાલમાં જ એક સ્પેશલ સ્ક્રીનિંગમાં કેન્દ્રીય મંત્રિઓ અને નેતાઓએ આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ પણ કેસરી ફિલ્મમાં અક્ષય કુમારના પાત્રની પ્રસંશા કરી હતી. જાટ ફિલ્મની સફળતાને અક્ષય કુમારની કેસરી બ્રેક લગાવશે.

Share :

સંબંધિત સમાચાર