મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસા છેલ્લા ઘણા દિવસોથી સમાચોરની હેડલાઈન બની છે. મોનાલિસાએ અચાનક ફરમાન સાથે લગ્ન કરી લેતા મહાકુંભ ગર્લ ફરી ચર્ચાનું કેન્દ્ર બની. ફરમાન અને મોનાલિસાએ લગ્ન કરતા તેમના પરિવાર સહિત અનેક લોકોમાં નારાજગી જોવા મળી. ફરમાન ખાન સાથેના લગ્ન પછીથી મોનાલાસિાનું જીવન ઉથલપાથલભર્યું રહ્યું છે. તેમના પ્રેમને લવ જેહાદ તરીકે ઓળખવામાં આવી રહી છે. દેશભરમાંથી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં મોનાલિસા અને મદદ માટે વિનંતી કરી છે. આ વીડિયોમાં ફરમાન કહે છે કે હું આતંકવાદી નથી, કેમ મને લોકો ધમકી આપી રહ્યા છે.

 

હું આત્મહત્યા કરીશ, ફરમાન

લગ્ન બાદ ઉદભવેલ વિવાદ પર દંપતીએ પોતાનું મૌન તોડ્યું છે. મોનાલિસા અને ફરમાને મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. ફરમાને સ્પષ્ટપણે કહ્યું કે તે આતંકવાદી નથી. ફરમાને કહ્યું- લોકો મને આતંકવાદી કહી રહ્યા છે. દુનિયા જાણે છે કે હું શું છું. હું એક નાનો કલાકાર છું. આવું ન કરો, દેશમાં આગ ન લગાડો, તેને રાજકીય વળાંક ન આપો. લોકો ખોટા આરોપો લગાવી રહ્યા છે. મારું ગામ જાણે છે કે હું કોણ છું, હું બાળપણથી જ આર્ય સમાજમાં હતો. હું ત્યાં પૂજા અને ચક્રાસન કરતો હતો. બધા મારા વિશે જાણે છે.

Share :

સંબંધિત સમાચાર