મારુતિ સુઝુકીની ઓલ-ન્યૂ વિક્ટોરિસ (Victoris) ભારતની લોકપ્રિય SUV શ્રેણીમાં મજબૂત સ્થાન ધરાવે છે. આ SUVમાં 1.5-લિટરનું ફોર-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 102bhp ની પાવર અને 139Nm નો ટોર્ક જનરેટ કરે છે. ખાસ કરીને તેના ટોપ-સ્પેક ZXi+ (O) વેરિએન્ટમાં માઇલ્ડ-હાઇબ્રિડ ટેકનોલોજી અને AWD (ઓલ-વ્હીલ ડ્રાઇવ) સિસ્ટમ મળે છે, જે તેને ખરાબ રસ્તાઓ પર પણ શાનદાર પકડ આપે છે. આ મોડલ 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.

 

માઇલેજ: અપેક્ષા અને વાસ્તવિકતા

માઇલેજની વાત કરીએ તો, કંપની આ મોડલ માટે 19.07 kmpl નો દાવો કરે છે. જોકે, રિયલ-વર્લ્ડ ટેસ્ટિંગમાં આ આંકડા થોડા અલગ જોવા મળ્યા છે. શહેરમાં ટ્રાફિક વચ્ચે આ કાર 14.78 kmpl અને હાઇવે પર સળંગ ડ્રાઇવિંગમાં 20.24 kmpl ની માઇલેજ આપે છે. સરેરાશ રીતે જોઈએ તો તેનું માઇલેજ 16.1 kmpl રહે છે, જે કંપનીના સત્તાવાર દાવા કરતા થોડું ઓછું છે. જો તમે વધુ માઇલેજ ઈચ્છતા હોવ, તો તેના સ્ટ્રોંગ-હાઇબ્રિડ અને CNG વેરિએન્ટ 28.65 kmpl સુધીની માઇલેજ આપવાની ક્ષમતા ધરાવે છે.

Share :

સંબંધિત સમાચાર