તાજા સમાચાર

દરેક મહિલા અને યુવતીઓ વાળા લાંબા અને કાળા હોય તેવું ઇચ્છે છે. મહિલાઓમાં 45 બાદ સફેદ વાળ થવા લાગે છે. મોટાભાગની મહિલાઓ સફેદ વાળ કાળા કરવા ડાઈ અને મહેંદી કરે છે. ડાઈના કારણે કયારેક ત્વચા સંબંધિત મુશ્કેલી પણ થાય છે. એલર્જીથી બચવા તમને કુદરતી રીતે વાળ કાળા કરવાની સરળ ટીપ્સ જણાવીશું. કેમિકલના ઉપયોગ વગર ફકત આ આર્યુવેદિક પદ્ધતિ અપનાવી વાળ કાળા કરો.

 

વાળને કુદરતી રીતે કાળા કરવાની ટીપ્સ

વાળને કુદરતી રીતે કાળા અને મજબૂત બનાવવા માટે ઘરે બનાવેલા આયુર્વેદિક તેલ સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. આપણા દાદી અને નાની હંમેશા આ દેશી નુસખાનો ઉપયોગ ત્વચાની સુંદરતા અને વાળની સુંદરતા માટે કરતા હતા. આર્યુવેદમાં અનેક ઔષધિઓ અને તેલ છે જે ત્વચા અને વાળની સમસ્યાનો રામબાણ ઇલાજ છે. ઉંમર પહેલા સફેદ થતા વાળ કાળા કરવા તમે આર્યુવેદના આ તેલનો ઉપયોગ કરો.

સફેદ વાળ કાળા કરવાનો આર્યુવેદિક ઉપાય

આમળા અને નારિયેળનું તેલ: આમળામાં વિટામિન C અને એન્ટી-ઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે, જે વાળને કુદરતી રીતે કાળા રાખવામાં મદદ કરે છે. નારિયેળ તેલમાં સૂકા આમળા અથવા આમળાનો પાવડર નાખીને તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તેલ કાળું ન થઈ જાય. આ તેલને ઠંડુ કરીને અઠવાડિયામાં બે વાર માલિશ કરો.

Share :

સંબંધિત સમાચાર