તાજા સમાચાર

ભારતમાં પેટ્રોલિયમનો ઇતિહાસ 1889થી શરૂ થાય છે. અસમના ડિગબોઈમાં પ્રથમ વ્યાવસાયિક રીતે સફળ તેલનો કૂવો મળી આવ્યો હતો. જોકે, તેલના સંકેતો તો દાયકાઓ પહેલા 1866માં જ મળી ગયા હતા. એવું કહેવાય છે કે રેલ્વે લાઇન નાખતી વખતે બ્રિટિશ એન્જિનિયરોએ મજૂરોને તેલના ડાઘા જોઈને કહ્યું હતું - "Dig, boy, dig" (ખોદો છોકરાઓ, ખોદો), જેના પરથી આ જગ્યાનું નામ 'ડિગબોઈ' પડ્યું.

 

એશિયાની પ્રથમ ઓઇલ રિફાઇનરી

વર્ષ 1901માં અસમ ઓઇલ કંપનીએ ડિગબોઈમાં એક રિફાઇનરી શરૂ કરી, જે માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર એશિયાની પ્રથમ રિફાઇનરી હતી. તેને ભારતના હાઇડ્રોકાર્બન ક્ષેત્રની 'ગંગોત્રી' માનવામાં આવે છે.

પ્રથમ પેટ્રોલ પંપ અને ઉપલબ્ધતા

20મી સદીની શરૂઆતમાં સમગ્ર ભારતમાં મોટા પાયે પેટ્રોલ ઉપલબ્ધ થયું. ભારતનો સૌથી પહેલો પેટ્રોલ પંપ 1928માં મુંબઈના લેમિંગ્ટન રોડ પર 'એશિયાટિક પેટ્રોલિયમ કંપની' દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.

Share :

સંબંધિત સમાચાર