- 28 Mar, 2026
- 45
World News: વડાપ્રધાન બાલેન શાહની મોટી કાર્યવાહી, પૂર્વ PM કેપી શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રીની ધરપકડ
નેપાળના નવનિયુક્ત વડાપ્રધાન બાલેન શાહે પદ સંભાળતાની સાથે જ આક્રમક વલણ અપનાવ્યું છે. શુક્રવારે મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેતા, ગત વર્ષે થયેલા 'જનરેશન ઝેડ' (Gen Z) વિરોધ પ્રદર્શન દરમિયાન બેદરકારી દાખવનારા ઉચ્ચ પદાધિકારીઓ સામે ધરપકડના આદેશ આપ્યા છે. આ અંતર્ગત નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ધરપકડ કરવામાં આવી છે.
તપાસ પંચના અહેવાલનો કડક અમલ
સરકારના પ્રવક્તા અને વિજ્ઞાન ટેકનોલોજી મંત્રી સસ્મિત પોખરેલે જણાવ્યું હતું કે, ગૌરી બહાદુર કાર્કીના નેતૃત્વ હેઠળના ઉચ્ચ-સ્તરીય તપાસ પંચના અહેવાલને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે. આ અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તે સમયના જવાબદાર પદો પર બેઠેલા લોકોએ આંદોલન દરમિયાન ગંભીર બેદરકારી દાખવી હતી.







