- 01 Apr, 2026
- 35
PM Modi In Assam : આસામમાં બીજેપી હેટ્રિક મારશે, ધેમાજીમાં બોલ્યા પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે આસામની મુલાકાતે છે. તેઓ ભાજપના ચૂંટણી પ્રચારને મજબૂત બનાવવા માટે અહીં બે મોટી જાહેર રેલીઓને સંબોધિત કરવાના છે. . વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાનની આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારે હાલમાં તેઓ અસમના ધેમાજી ખાતેથી ચૂંટણી રેલી સંબોધી રહ્યા છે.
બીજેપી હેટ્રિક લગાવશે- પીએમ મોદી
પીએમ મોદીએ સભા સંબોધન કરતા કહ્યું કે અસમમાં બીજેપીની હેટ્રિક લગાવશે. 10 સાલથી આસામમાં સુશાસન ચાલી રહ્યું છે. 22 લાખ ગરીબ પરિવારોને પાકા મકાન આપ્યા છે. અને હજી 15 લાખ ગરીબ પરિવારોને પાક્કા ઘર મળશે. ગરીબ બાળકોને કેજીથી લઇને પીજી સુધી મફત શિક્ષણ મળશે. 40 લાખ બહેનોને લખપતિ બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.











