- 08 Apr, 2026
- 26
Kanpur: 1 મિનિટમાં 25 શબ્દ પણ ટાઇપ ન કરી શક્યા 3 ક્લર્ક ! DMએ પટ્ટાવાળા બનાવી દીધા
કાનપુરના કલેક્ટર જિતેન્દ્ર પ્રતાપ સિંઘ દ્વારા લેવામાં આવેલા એક કડક અને અભૂતપૂર્વ નિર્ણયની આ વાત છે. ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં કાર્યક્ષમતાને લઈને લેવામાં આવેલા આ પગલાએ સમગ્ર સરકારી તંત્રમાં ફફડાટ ફેલાવી દીધો છે.
શું છે સમગ્ર ઘટના?
કાનપુર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા ત્રણ જુનિયર ક્લાર્ક (કનિષ્ઠ લિપિક) ને ટાઈપિંગ ટેસ્ટમાં નિષ્ફળ રહેવા બદલ તેમના પદ પરથી હટાવીને સીધા ચોથા વર્ગના કર્મચારી (પટાવાળા) બનાવી દેવામાં આવ્યા છે. કાનપુરના વહીવટી ઇતિહાસમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના હોવાનું માનવામાં આવે છે.











