તાજા સમાચાર

સોશિયલ મીડિયા પર 'વાયરલ ગર્લ' તરીકે જાણીતી બનેલી મોનાલિસા ભોંસલેના લગ્ન મામલે એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) ની ઊંડી તપાસમાં બહાર આવ્યું છે કે મોનાલિસા પુખ્ત વયની નથી, પરંતુ કાયદેસર રીતે સગીર છે. આ ખુલાસા બાદ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાની મહેશ્વર પોલીસે મોનાલિસાના પતિ ફરમાન ખાન વિરુદ્ધ POCSO એક્ટ અને અન્ય ગંભીર કલમો હેઠળ FIR નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

તપાસમાં ઉંમરનું સત્ય આવ્યું સામે

NCST ના અધ્યક્ષ અંતર સિંહ આર્યના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી તપાસમાં એડવોકેટ પ્રથમ દુબેએ મહત્વની કાનૂની દલીલો રજૂ કરી હતી. તપાસ ટીમે કેરળથી લઈને મધ્યપ્રદેશ સુધીના દસ્તાવેજો ચકાસ્યા હતા. મહેશ્વર સરકારી હોસ્પિટલના રેકોર્ડ મુજબ મોનાલિસાનો જન્મ 30 ડિસેમ્બર, 2009 ના રોજ થયો હતો.

Share :

સંબંધિત સમાચાર