મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે સરકારે પેટ્રોલ અને ડીઝલ અંગે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે. પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી ₹13 પ્રતિ લિટરથી ઘટાડીને ₹3 પ્રતિ લિટર કરવામાં આવી છે. જ્યારે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ₹10 પ્રતિ લિટરથી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. એવી અપેક્ષા છે કે, સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયના પરિણામે, આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

Share :

સંબંધિત સમાચાર