- 08 Apr, 2026
- 42
Kim Jong Un એ મિસાઈલ છોડ્યું, દક્ષિણ કોરિયામાં ફફડાટ
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામના સમાચારથી વિશ્વભરના લોકોને રાહત મળી છે, ત્યારે ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડીને પડોશી દક્ષિણ કોરિયામાં ગભરાટ ફેલાવ્યો છે. કિમ જોંગ ઉનના નેતૃત્વ હેઠળના ઉત્તર કોરિયાએ તેના પૂર્વ કિનારાથી મિસાઈલ છોડ્યું. દક્ષિણ કોરિયાની સેનાના જણાવ્યા અનુસાર, ઉત્તર કોરિયાએ સમુદ્ર તરફ ઘણી ટૂંકી અંતરની બેલિસ્ટિક મિસાઈલો છોડી. છેલ્લા બે દિવસમાં આ તેનું બીજું મિસાઈલ પરીક્ષણ કર્યું છે જેને લઈને લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે.
દક્ષિણ કોરિયાએ આપી માહિતી
દક્ષિણ કોરિયાના લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે મિસાઈલો ઉત્તર કોરિયાના પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તાર વોન્સનથી છોડવામાં આવી હતી અને દરેક મિસાઈલ ઉત્તર કોરિયાના પૂર્વીય સમુદ્રી ક્ષેત્ર તરફ આશરે 240 કિલોમીટરનું અંતર છે. તેમણે કહ્યું કે દક્ષિણ કોરિયા, અમેરિકા સાથેના તેના મજબૂત લશ્કરી જોડાણ હેઠળ, ઉત્તર કોરિયાની કોઈપણ ઉશ્કેરણીજનક કાર્યવાહીનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.દક્ષિણ કોરિયાની સૈન્યએ એ પણ જણાવ્યું હતું મંળવારે તેને ઉત્તર કોરિયાની રાજધાનીની આસપાસના વિસ્તારમાંથી એક અજાણી મિસાઈલ પ્રક્ષેપણ મળી આવ્યું હતું. દક્ષિણ કોરિયા આ અંગેની માહિતીનું વિશ્લેષણ કરી રહી છે.
અગાઉનું મિસાઈલ પ્રક્ષેપણ નિષ્ફળ ગયું
દક્ષિણ કોરિયાના મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે છેલ્લું પ્રક્ષેપણ, સંભવતઃ બેલિસ્ટિક મિસાઈલ, પ્રક્ષેપણના પ્રારંભિક તબક્કા દરમિયાન અસામાન્ય પ્રવૃત્તિ દર્શાવ્યા પછી દક્ષિણ કોરિયાના લશ્કરી રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. અહેવાલો દર્શાવે છે કે પ્રક્ષેપણ નિષ્ફળ ગયું હતું.











