- 24 Mar, 2026
- 25
PM Modi in Rajya Sabha: અત્યારે દેશની પરીક્ષા.. યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેશે, રાજ્યસભામાં બોલ્યા પીએમ મોદી
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી સ્થિતિથી સૌ કોઇ વાફેફ છે. ઇરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરને પગલે નાગરિકોમાં દહેશતની સ્થિતિ છે. ગેસ અને ઓઇલના ભાવોમાં વધારો થતા નાગરિક મુશ્કેલીમાં મુકાયો છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની ગંભીર અસરો જોવા મળી છે. ત્યારે મિડલ ઇસ્ટમાં સંકટને લઇને પીએમ મોદી રાજ્યસભામાં સંબોધન કરી રહ્યા છે.
યુદ્ધે દુનિયાની અર્થવ્યવસ્થા હચમચાવી નાખી- પીએમ મોદી
પીએમ મોદીએ જણાવ્યું કે તેલ ગેસની જે રૂટિન સપ્લાય હતી તે પ્રભાવિત થઇ છે. યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેશે. હોર્મુઝથી જહાંજોનું આવવુ પડકાર ભર્યુ છે. હોર્મુઝમાં જહાજો રોકવા અસ્વીકાર્ય છે.











