- 27 Mar, 2026
- 108
Donald Trump ઈરાન પર 6 એપ્રિલ સુધી કેમ નહીં કરે હુમલો,શું યુદ્ધને આપશે વિરામ ?
10 દિવસ માટે હુમલો સ્થગિત કેમ ?
ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાની સરકારની વિનંતી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ઊર્જા સુવિધાઓને નિશાન બનાવવાની કાર્યવાહી હવે 10 દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે, જે 6 એપ્રિલ 2026 સુધી અમલમાં રહેશે. આ નિર્ણયથી હાલના તણાવમાં થોડો સમય માટે શાંતિની શક્યતા ઊભી થઈ છે.
ઈરાન સાથે વાટાઘાટો
ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે.ઈરાને વધુ સમય માંગ્યો હોવાથી આ મુલતવીકરણ કરવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે આ સમયગાળો બંને દેશો માટે રાજનૈતિક ઉકેલ શોધવા માટે મહત્વપૂર્ણ બની શકે છે.











