અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિ સ્થાપવા અંગે અત્યારે ભારે મૂંઝવણભરી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે ઈરાન સાથે યુદ્ધવિરામ માટે ગંભીર વાટાઘાટો ચાલી રહી છે, ત્યારે બીજી તરફ ઇઝરાયલે આ મંત્રણાઓથી પોતાને અલિપ્ત રાખ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ડેની ડેનને સ્પષ્ટ કર્યું છે કે તેમને આવી કોઈ પણ શાંતિ પ્રક્રિયાની જાણ નથી અને ઇઝરાયલનું સૈન્ય અભિયાન રોકાયું નથી.


વાતચીત નહીં, યુદ્ધ હજુ ચાલુ છે
યુએનમાં મીડિયા સાથે વાતચીત કરતા ડેની ડેનને જણાવ્યું હતું કે ઇઝરાયલ અને અમેરિકા હાલમાં સંયુક્ત રીતે ઈરાની લશ્કરી થાણાઓને નિશાન બનાવી રહ્યા છે. તેમણે ગંભીર આરોપ મૂક્યો કે ઈરાન આ ક્ષેત્રમાં અરાજકતા ફેલાવવા માટે જવાબદાર છે. તેમના મતે, ઈરાને માત્ર એક મહિનામાં 13 દેશો પર હુમલા કર્યા છે, જે સાબિત કરે છે કે તે સ્થિરતા માટે મોટું જોખમ છે. ડેનોને ઉમેર્યું કે, અમે ઈરાનને ફરીથી શક્તિશાળી બનવાની તક આપીશું નહીં. અમારું લક્ષ્ય ઈરાનને પરમાણુ કે બેલિસ્ટિક મિસાઇલ ક્ષમતાઓ પ્રાપ્ત કરતું રોકવાનું છે.

Share :

સંબંધિત સમાચાર