- 23 Mar, 2026
- 53
Stock Market Today: રોકાણકારો માટે બ્લેક મંડે ! ગણતરીના કલાકોમાં જ 13 લાખ કરોડ સ્વાહા
મિડલ ઇસ્ટમાં તણાવ વધી રહ્યો છે. યુદ્ધની સ્થિતિ જેમ જેમ વણસી રહી છે તેમ તેમ અર્થતંત્ર માટે જોખમ વધી રહ્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે ઇરાનને ધમકી આપ્યા બાદ પરિસ્થિતિ કાબૂ બહાર નીકળી ગઇ તેમ કહેવુ ખોટું નહીં. કારણ કે તેની સીધી અસર ભારતીય શેરબજારમાં જોવા મળી.
ભારતીય શેરબજાર માટે આજે બ્લેક મન્ડે
સોમવારના દિવસે જ ગયા અઠવાડિયે વિદેશી રોકાણકારો દ્વારા રેકોર્ડ વેચવાલી - ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા સાથે - ભારતીય શેરબજારને હચમચાવી નાંખ્યું. શેર બજાર માટે સોમવાર "કાળો સોમવાર" સાબિત થયો . કારણ કે માર્કેટ ખુલતાની સાથે જ મુખ્ય બજાર સૂચકાંકો - સેન્સેક્સ અને નિફ્ટી - તૂટી પડ્યા. ટ્રેડિંગના માત્ર એક કલાકમાં, રોકાણકારોએ તેમની આશરે ₹13 લાખ કરોડની સંપત્તિ ગુમાવી દીધી.











