તાજા સમાચાર

કાશ્મીરમાં ફરવા માટેના ઘણા શ્રેષ્ઠ સ્થળો:

જો તમે તમારી શિયાળાની રજાઓને યાદગાર બનાવવા માંગતા હોવ તો અથવા તો પૃથ્વી પર સ્વર્ગનો આનંદ માણવા માંગો છો, તો કાશ્મીર તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.ચાલો જાણીએ કાશ્મીરના એવા 5 શ્રેષ્ઠ સ્થળો:

1. શ્રીનગર:

કાશ્મીરની રાજધાની શ્રીનગર એક પ્રખ્યાત અને સુંદર પર્યટન સ્થળ છે. શ્રીનગર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના શ્રીનગર જિલ્લાનું એક નગર છે. જેમાં દાલ લેક પર શિકારા રાઈડ અને મુગલ ગાર્ડનની મુલાકાત લો અને હાઉસબોટમાં રાત વિતાવી તેનો પણ આનંદ મેળવી શકો છો.

2. ગુલમર્ગ

ઉનાળો હોય કે પછી શિયાળાની ગુલાબી ઠંડી દરેક વખતે ગુલમર્ગ એની સુંદરતાના કારણે હંમેશા મોખરે રહ્યું છે. ગુલમર્ગને "સ્નો ગોલ્ફ કોર્સ" અને "સ્નો સ્પોર્ટ્સનું સ્વર્ગ" પણ કહેવામાં આવે છે. અહીં તમે સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ અને ગોંડોલા રાઇડિંગનો પણ આનંદ માણી શકો છો.ગુલમર્ગ શ્રીનગર એરપોર્ટથી 56 કિમી આવેલું છે અને અહીં પહોંચતા લગભગ 2 કલાક લાગે છે.

3. પહેલગામ

પહેલગામ કાશ્મીરનું એક શાંત સ્થળ છે. અહીંની સુંદર ખીણો અને નદી કિનારે કેમ્પિંગ તમને આરામ અને તાજગીનો અનુભવ કરાવશે તે વખતે બધે જ બરફ હોય છે. જો તમે અહીં આવો છો, તો તંગમાર્ગની નજીક ટ્રેકિંગ અને રિવર સાઇડ કેમ્પિંગ કરો. અહીંની ખીણો, પહાડો અને હરિયાળીની એક નાની ઝલક જોઈલો.

4. સોનમર્ગ

સોનમાર્ગ, જેને ‘ગોલ્ડન રામ’ કહેવામાં આવે છે, તે કાશ્મીરનું બીજું એક સુંદર સ્થળ છે જે બરફથી ઢંકાયેલા પહાડો, નદીના કિનારા અને ખીણોનો નજારો તમને મંત્રમુગ્ધ કરી દેશે. જો તમે અહીં આવશો તો સ્નો ટ્રેકિંગ કરવાનું ભૂલશો નહીં. શિયાળામાં અહીં આવવું અને હિમવર્ષાનો આનંદ માણવો એ પણ એક અવિસ્મરણીય અનુભવ છે.

5. યુસમાર્ગ

યુસમાર્ગ એક શાંત અને ઓછી ભીડવાળું પ્રવાસન સ્થળ ગણાય છે, તેની સુંદરતા અને શાંતિનો અનુભવ કરવા માટે આ સ્થળ ખૂબ જ યોગ્ય છે. શિયાળામાં બરફથી ઢંકાયેલી ટેકરીઓ અને ઘાસના મેદાનો પર ચાલવાનો અનુભવ ખૂબ જ ખાસ હોય છે શ્રીનગરથી 47 કિલોમીટર દક્ષિણે સ્થિત, યુસમાર્ગનો અનુવાદ “જીસસનું ઘાસ” થાય છે.

 

Share :

સંબંધિત સમાચાર