શેરમાર્કેટ ખુલતાની સાથે નિફ્ટીમાં 80 પોઈન્ટનો કડાકો
આજે, ગુરુવાર 17 એપ્રિલે, સેન્સેક્સ 76 પોઈન્ટના ઘટાડા સાથે 76968 ના સ્તર પર ખુલ્યો. જ્યારે, નિફ્ટીએ ઘટાડા સાથે 23402 ના સ્તરે દિવસની શરૂઆત કરી. બુધવારે વોલ સ્ટ્રીટમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે, ભારતીય શેરબજાર માટે વૈશ્વિક બજારમાંથી નબળા સંકેતો આવી રહ્યા છે. આ પહેલા 15 એપ્રિલે બજારમાં મોટી તેજી જોવા મળી હતી.
યુએસ બજારોમાં ઘટાડો
બુધવારે યુએસ શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 699.57 પોઈન્ટ અથવા 1.73 ટકા ઘટીને 39,669.39 પર બંધ રહ્યો. જ્યારે, S&P 500 120.93 પોઈન્ટ અથવા 2.24 ટકા ઘટીને 5,275.70 પર બંધ થયો, અને નાસ્ડેક કમ્પોઝિટ 516.01 પોઈન્ટ અથવા 3.07 ટકા ઘટીને 16,307.16 પર બંધ થયો. અને મંગળવારે અમેરિકન બજારોમાં વેચવાલીનું દબાણ હતું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ 155.83 પોઇન્ટ ઘટીને 40,368.96પર બંધ થયો. S&P 500 ઇન્ડેક્સમાં પણ 9.34 પોઈન્ટનો નજીવો ઘટાડો નોંધાયો અને તે 5,396.63 પર બંધ થયો. આ ઉપરાંત, નાસ્ડેક કમ્પોઝિટ 8.32 પોઈન્ટ ઘટીને 16,823.17 પર બંધ રહ્યો.