તાજા સમાચાર

સામાન્ય રીતે ગ્રાહકો જે 10, 15, 20 ગ્રામ સોનાની લગડી ખરીદતા હોય છે. આ વખતે ભાવ વધારાને લઇને ગ્રાહકોએ 1 , 2 અને પાંચ ગ્રામ જ સોનાની લગડીઓ ખરીદી હતી. ઓવરઓલ અમદાવાદ શહેરમાં આ વર્ષે અખાત્રીજના દિવસે ફક્ત 40 ટકા જ ઘરાકી રહી હોવાનો વેપારીઓએ દાવો કર્યો હતો. અક્ષય તૃતિયાના દિવસે મેકિંગ ચાર્જમાં 20 ટકાની છૂટ, 8 લાખ સુધીની ખરીદી પર ડિસ્કાઉન્ટ, ચાંદીના સિક્કા ગિફ્ટમાં આપવા સહિતની આકર્ષક સ્કિમો જ્વેલર્સોએ મુકી હોવા છતાંય ગ્રાહકો દુકાન સુધી આવ્યા નહોતા. અને જે આવ્યા હતા તેમાંથી મોટાભાગના લોકો ખરીદી કર્યા વગર જ ગયા હતા. વૈશ્વિક બજારમાં બુધવારે સોનામાં 32 ડોલર ઘટયા હતા આ સાથે સોનું 3,278 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદીમાં 92 સેન્ટનો ઘટાડો થયો હતો. આ સાથે ચાંદી 32.37 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. સ્ઝ્રઠ માર્કેટમાં સોનું 1,750 રૂપિયા ઘટીને 93,842 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. જ્યારે સ્ઝ્રઠ ચાંદી 3,362 રૂપિયા ઘટયું હતું. આ સાથે એક કિલો ચાંદીનો ભાવ 93,500 રૂપિયા થયો હતો. કોમેક્સ બજારમાં સોનું 50.80 ડોલર ઘટીને 3,282.80 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 1.105 સેંન્ટ ઘટીને 32,170 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.

Share :

સંબંધિત સમાચાર