તાજા સમાચાર

આ હસ્તાંતરણ પાછળનો કંપનીનો હેતુ એશિયા-પેસિફિકમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવવાનો છે. કંપનીએ એક યાદીમાં જણાવ્યા મુજબ અદાણી પોર્ટ્સે સિંગાપોરની કારમાઇકેલ રેઇલ એન્ડ પોર્ટ સિંગાપોર હોલ્ડિંગ્સ પાસેથી એબોટ પોઇન્ટ પોર્ટ હોલ્ડિંગ્સ ખરીદી લીધુ છે. એબોટ પોઇન્ટ પોર્ટ જે કંપની નોર્થ ક્વિન્સલેન્ડમાં કોલ માટેને સંબંધિત એક્સપોર્ટ ટર્મિનલની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. અગાઉ 2011માં અદાણી પોર્ટ્સે નોર્થ ક્વિન્સલેન્ડ એક્સપોર્ટ ટર્મિનલ 2 અબજ ડોલરના ખર્ચે હસ્તગત કર્યું હતું. નોર્થ ક્વીન્સલેન્ડ એક્સ્પોર્ટ ટર્મિનલ ધરાવતી અને તેનું સંચાલન કરતી એપીએચ અલગ ઓળખ ધરાવે છે જે હાલમાં વાર્ષિક 50 મિલિયન ટન ક્ષમતા ધરાવતું સમર્પિત નિકાસ ટર્મિનલ છે. બોવેનથી આશરે 25 કિમી ઉત્તરમાં, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે ઉત્તર ક્વીન્સલેન્ડમાં એબોટ પોઇન્ટ બંદર પર આ ટર્મિનલ આવેલું છે.

Share :

સંબંધિત સમાચાર