Business: ઝાયડસ મેડટેકે બ્રાઝિલની બ્રેઇલ બાયોમેડિકા સાથે કરાર કર્યો
આ ભાગીદારીનો હેતુ સમગ્ર યુરોપ, ભારત અને અન્ય પસંદગીના બજારોમાં તેની ટ્રસકેથેટર અને વાલ્વ ઇમ્પ્લાન્ટેશન ટેકનોલોજીને એક્સક્લુઝિવ રીતે કોમર્શિયલાઇઝ કરવાનો છે. આ કરાર એ ઝડપથી વિકસી રહેલા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી સેગમેન્ટમાં ઝાયડસ મેડટેકના વ્યૂહાત્મક વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પગલું છે. ગ્લોબલ TAVI માર્કેટનું કદ હાલ 6 અબજ યુએસ ડોલર જેટલું છે જેમાં આયોર્ટિક સ્ટેનોસિસના વધી રહેલા કિસ્સા તથા મિનિમલી ઇન્વેઝિવ કાર્ડિયાક પ્રોસીજર્સ માટેની વધતી માંગના લીધે મજબૂત વૃદ્ધિ જોવાઈ રહી છે.
ઝાયડસ લાઇફ્સાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલે જણાવ્યું હતું કે ક્ષ્અમે વિશ્વભરમાં આધુનિક અને ક્રિટિકલ કાર્ડિયોવાસ્ક્યુલર કેરની એક્સેસને વિસ્તારવા તથા દર્દીઓ માટેના પરિણામોમાં સુધારો લાવવા માટે બ્રેઇલની સાથે છીએ. આ નવીનતમ અને અત્યાધુનિક ટેક્નોલોજી મિનિમલી ઇન્વેઝિવ અપ્રોચ પૂરો પાડશે જેનાથી દર્દીઓને ઝડપી રિકવરી, હોસ્પિટલમાં ઓછું રોકાણ અને જીવનની ઘણી સારી ગુણવત્તા પણ પ્રાપ્ત થશે