Business: BSE મિડ કેપ ઇન્ડેક્સની 1,215 આંકની, સ્મોલ કેપની 1,471 પોઇન્ટની છલાંગ
સેન્સેક્સમાં આજે સ્થિર તેજી સાથે બેઝલાઇનને સમાતંર ગ્રાફ જોવા મળ્યો હતો જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સેશન આગળ વધ્યું એમ ગ્રાફ ઉપર ચઢતો જોવા મળ્યો હતો. દિવસને અંતે બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 1,215 પોઇન્ટ એટલે કે 3.02 ટકા વધીને 41,489ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 1,471 પોઇન્ટ એટલે કે 3.21 ટકા વધીને 47,269ની સપાટીએ બંધ રહ્યો હતો. આ બન્ને ઇન્ડેક્સ પણ પાછલા બંધથી એક પણ વાર નીચે ગયા ન હતા, જે તેની મજબુત તેજી દર્શાવે છે. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ તેની 41,547ની હાઇ સપાટીથી માત્ર 58 પોઇન્ટ જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ તેની 47,285ની ઇન્ટ્રા ડે હાઇ સપાટીથી 16 પોઇન્ટ નીચે બંધ રહ્યો હતો.
બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,256 શેર પૈકી 3,302 વધીને, 785 ઘટીને અને 169 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ આજે રૂ. 412.24 લાખ કરોડ એટલે કે 4.81 ટ્રિલીયન ડોલર નોંધાયું હતું, જે શુક્રવારના રૂ. 401.55 લાખ કરોડથી રૂ. 10.69 લાખ કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી માત્ર બે જ શેર ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટીના 50 પૈકી એક જ શેરમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સના શેરો પૈકી ઇન્ડસઇન્ડ બેંકમાં 6.84 ટકાનો, ટાટા મોટર્સ તથા એલ એન્ડ ટીમાં 4.50 ટકાનો, એક્સિસ બેંકમાં 4.18 ટકાનો અને અદાણી પોર્ટ્સમાં 4.02 ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાયના વધીને બંધ રહેનારા સેન્સેક્સના 24 શેરોમાં 0.07 ટકાથી 3.23 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. સેન્સેક્સના બે શેર એચયુએલમાં 0.23 ટકાનો અને આઇટીસીમાં 0.36 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના શેરો પૈકી શ્રીરામ ફાયનાન્સમાં 5.17 ટકાનો, ડો. રેડ્ડીઝ લેબમાં 4.19 ટકાનો અને અદાણી એન્ટરપ્રાઇસિસમાં 4.07 ટકાનો વધારો નોંધાયો હતો.
પિચ પર છેલ્લે કઈ મેચ રમાઈ હતી
આ પિચનો છેલ્લે ઉપયોગ 23 ફેબ્રુઆરીના રોજ ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ દરમિયાન કરવામાં આવ્યો હતો. હવે તેનો ઉપયોગ 9 માર્ચે ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં થશે. અગાઉ ભારતના ભૂતપૂર્વ કોચ અને કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, જો તમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉપયોગમાં લેવાયેલી પિચો જુઓ તો ક્યુરેટર્સ અને ગ્રાઉન્ડ્સમેન ખાતરી કરે છે કે પિચનો ઉપયોગ કરતા પહેલા ઓછામાં ઓછા બે અઠવાડિયા આરામ મળે. જ્યારે ILT20 ચાલી રહી હતી, ત્યારે પણ ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ મેચ માટે વપરાયેલી પિચનો ઉપયોગ મેચ પહેલા બે અઠવાડિયા સુધી કરવામાં આવ્યો ન હતો. તે પછી પણ ક્યુરેટરે આ જ પ્રકારનો અભિગમ અપનાવ્યો છે.
દુબઈમાં ફાસ્ટ બોલરની બોલબાલા
રેકોર્ડ્સની વાત કરીએ તો, દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 860 વિકેટ પડી છે. આમાંથી ઝડપી બોલરોએ 493 વિકેટ લીધી છે, જ્યારે સ્પિનરોએ 350 વિકેટ લીધી છે. 2023ના ODI વર્લ્ડ કપ ફાઇનલ પછી દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં કુલ નવ મેચ રમાઈ છે અને 123 વિકેટ પડી છે. આમાંથી ઝડપી બોલરોએ 70 વિકેટ લીધી છે, જ્યારે સ્પિનરોએ 50 વિકેટ લીધી છે. અન્ય પ્રકારના બોલરોએ ત્રણ વિકેટ લીધી છે.
ભારત અત્યાર સુધી દુબઈમાં અજેય
ભારતે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 10 વનડે રમી છે અને ટીમ તેમાંથી નવ જીતવામાં સફળ રહી છે. એક મેચ ટાઇ થઈ હતી. કિવીઓએ અહીં ત્રણ મેચ રમી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચનું પરિણામ આવ્યું ન હતું. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો અગાઉ વર્ષ 2000 માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં એકબીજાનો સામનો કરી ચૂકી છે. હવે 25 વર્ષ પછી, ટીમ ઈન્ડિયા પાસે તે હારનો બદલો લેવાની તક છે.