1 May : ATM સહિતના નિયમોમાં બદલાવ તમારા ખિસ્સાનો ભાર વધારશે
ATMમાં ઉપાડ પર ચૂકવવી પડશે કિમંત
1 મે, 2025 બાદથી ATMમાંથી પૈસા ઉપાડવા તમારે કિમંત ચૂકવવી પડશે. એટલે કે હવે તમે મે મહિનાથી ATMમાંથી મફત પૈસાનો ઉપાડ કરી શકશો નહી. 1 મે, 2025 થી તમે જ્યારે પણ ATMમાંથી પૈસા ઉપાડશો ત્યારે તમારે દરેક વખતે નિશ્ચિત કિમંત ચૂકવવાની રહેશે. એટલે કે કહી શકાય કે ATMમાંથી પૈસા ઉપાડવાની મફત સુવિધા આપવામાં આવતી હતી તે બંધ થઈ. અને હવે તમારે પ્રત્યેક ઉપાડ પર 19 રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ 17 રૂપિયા ફી લેવાતી હતી. તેમજ બેલેન્સ ચેક કરવા તમારે હવે 6 રૂપિયાના બદલે 7 રુપિયાની ચૂકવણી કરવી પડશે.
Also Read
Business: સ્વીસ-કંપનીએ SMAની સારવાર માટેની દવા ભારતમાં પડતર કરતા 100ગણા ભાવે વેચી!
Business: ભારતમાં સૌપ્રથમ વાર મોટા પાયે સ્પુફિંગ પર્દાફાશ : PWA પર પ્રતિબંધ
Business: અખાત્રીજના આગલા દિવસે જ સોના-ચાંદીમાં 1,000 રૂપિયાનો ઉછાળો !
રેલ્વે ટિકિટ બુકિંગમાં ફેરફાર
મુસાફરોએ હવે પોતાના પ્રવાસને લઈને અગાઉથી જ આયોજન કરવું પડશે. અનેક વખત મુસાફરો પોતાની વેઇટિંગ ટિકિટ સાથે મુસાફરી કરતા હતા. હવે આ નિયમમાં બદલાવ કરાયો છે. 1 મે, 2025 પછી જનરલ કોચમાં જ વેઇટિંગ ટિકિટ માન્ય રહેશે. સ્લીપર કોચમાં જે મુસાફરોએ ટિકિટનું બુકિંગ કરાવ્યું હોય અને તેમની ટિકિટ વેઇટિંગ બતાવતી હોય તો તેઓ મુસાફરી કરી શકશે નહી.
RRB યોજના લાગુ
એક રાજ્ય એક આરઆરબી યોજના 1 મે 2025 થી લાગુ થશે. આ યોજના ગ્રાહકોને વધુ લાભ આપશે અને બેંકિંગ સેવાઓમાં પણ સુધારો થશે. આ યોજના અંતર્ગત દરેક રાજ્યમાં, બધી પ્રાદેશિક ગ્રામીણ બેંકોને એકસાથે જોડીને એક મોટી બેંક બનાવવામાં આવશે. દેશના 11 રાજ્યો એટલે કે આ ફેરફાર યુપી, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાનમાં આ યોજના લાગુ કરવામાં આવશે.
LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર
સામાન્ય રીતે દરેક મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવતી હોય છે. વર્તમાન સમયમાં ઉદભવેલ સ્થિતિના કારણે LPG સિલિન્ડર ભાવમાં વધારો થઈ શકે છે. એલપીજી ગેસ સિલિન્ડરમાં થતા ભાવ વધારો તમારા ખિસ્સા પર જરૂર અસર કરશે.
એફડી અને બચત ખાતાના વ્યાજ દરોમાં ફેરફાર
1 મે 2025થી FD અને બચત ખાતાના વ્યાજ દરોમાં પણ સામાન્ય ફેરફાર જોવા મળી શકે છે. RBI દ્વારા બે વાર રેપો રેટ ઘટાડ્યા પછી, મોટાભાગની બેંકોએ બચત ખાતા અને FD પરના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. વ્યાજ દરોમાં ઘટાડો કરતા ગ્રાહકો હવે રોકાણ માટે એફડી કરવાના બદલે મ્યુચ્યઅલ ફંડ તેમજ શેરબજારમાં આઈપીઓ પર રોકાણ કરી રહ્યા છે.