- 17 Mar, 2026
- 17
ATM માંથી પૈસા ન નીકળ્યા પરંતુ ખાતામાંથી કપાઇ ગયા છે ? તો આ રીતે મેળવો તમારાં નાણાં પરત!
ઘણીવાર એવું બને છે કે આપણે એટીએમમાંથી પૈસા ઉપાડવા જઈએ, મશીનમાંથી રોકડ ન નીકળે પણ મોબાઈલમાં મેસેજ આવી જાય કે 'પૈસા કપાઈ ગયા છે'. મોટાભાગના લોકો બેંકના ધક્કા ખાઈને થાકી જાય છે અને નસીબ માનીને બેસી રહે છે. પરંતુ નાગપુરના એક જાગૃત ગ્રાહકે સાબિત કરી દીધું કે જો તમે હિંમત ન હારો, તો કાયદો તમારી સાથે છે.
શું હતો સમગ્ર મામલો?
આ ઘટના ઓગસ્ટ 2018 ની છે. એક વ્યક્તિએ નાગપુરમાં એક્સિસ બેંકના એટીએમમાંથી 5000 રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો. પ્રોસેસ પૂરી થઈ, ખાતામાંથી પૈસા ડેબિટ થયાનો મેસેજ પણ આવ્યો, પરંતુ મશીનમાંથી એક પણ નોટ બહાર ન આવી. ગ્રાહકે તરત જ બેંકનો સંપર્ક કર્યો અને લેખિત ફરિયાદ નોંધાવી. આશ્ચર્યની વાત એ હતી કે બેંક મેનેજમેન્ટે આ ગંભીર ભૂલ સુધારવાને બદલે ગ્રાહકને જ અવગણવાનું શરૂ કર્યું. બેંકિંગ મેનેજર પાસે જવા છતાં કોઈ પરિણામ ન આવ્યું.
ગ્રાહક અદાલતનું કડક વલણ
છેવટે, ગ્રાહકે હાર માનવાને બદલે 'નાગપુર જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગ'ના દ્વાર ખટખટાવ્યા. કમિશનના ચેરમેન સતીશ સપ્રે અને સભ્ય મિલિંદ કેદારની બેન્ચે જોયું કે બેંક કેટલી હદે બેદરકાર હતી. કાયદકીય નોટિસ મોકલવા છતાં બેંકનો કોઈ પ્રતિનિધિ કોર્ટમાં હાજર ન થયો. બેંકે એ સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા નહોતા કે તેમણે તે દિવસે એટીએમ મશીનના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા કે નહીં.


.jpg)
.jpg)