- 24 Mar, 2026
- 34
IPL 2026 New Rule : BCCIએ 7 નવા નિયમો જાહેર કર્યા, જે IPL 2026માં થશે લાગુ
28 માર્ચથી શરુ થઈ રહેલી આઈપીએલ 2026 માટે બીસીસીઆઈએ 7 નવા નિયમો જાહેર કર્યા છે. 19મી સીઝન દરમિયાન આઈપીએલની તમામ 10 ટીમોને આ નિયમો માનવા પડશે. હવે સવાલ એ છે કે, આઈપીએલ 2026 માટે લાગુ કરેલા 7 નિયમો શું છે.આ નિયમો રમત પહેલા કે રમત દરમિયાન ટીમો શું કરે છે તેની સાથે વધુ સંબંધિત છે. ચાલો આ સાત નિયમોને એક પછી એક જાણીએ
IPL 2026 માટે BCCIના 7 નિયમો
BCCI નો પહેલો નિયમ ટીમ પ્રેક્ટિસ અને તાલીમ સાથે સંબંધિત છે. કોઈપણ IPL ટીમને તેના મેચના દિવસે પ્રેક્ટિસ કે તાલીમ આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં. IPL 2026 માટે BCCI નો બીજો નિયમ ટીમ પ્રેક્ટિસ મેચ સાથે સંબંધિત છે. કોઈપણ ટીમને બે થી વધુ પ્રેક્ટિસ મેચ રમવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પ્રેક્ટિસ મેચ રમતા પહેલા તેમણે BCCI ની પરવાનગી લેવી પડશે, અને તેમણે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે કોઈ પણ મેચ સાડા ત્રણ કલાકથી વધુ ન ચાલે.


