તાજા સમાચાર

KKR ની જીત પછી, કુલદીપ-રિંકુ અન્ય ખેલાડીઓ સાથે મેદાન પર ઉભા હતા. આ દરમિયાન, કુલદીપ મજાકમાં રિંકુને થપ્પડ મારે છે. રિંકુના ફેસના હાવભાવ જોઈને એવું લાગતું હતું કે તેને કુલદીપનું આ વર્તન ગમ્યું નથી. આ પછી કુલદીપે રિંકુને ફરીથી થપ્પડ મારી, જેના કારણે રિંકુ ચિડાઈ ગયો.

રિંકુની સામે આવી પહેલી પ્રતિક્રિયા

Also Read

કુલદીપ યાદવે આપેલા થપ્પડ અંગે રિંકુ સિંહની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. રિંકુએ KKR દ્વારા બનાવેલ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં રિંકુ અને કુલદીપ વચ્ચેની ગાઢ મિત્રતા બતાવવામાં આવી છે.

 

 

 

કુલદીપ યાદવને ટેગ કરીને, રિંકુએ લખ્યું, “બેબી” અને તેની સાથે તેને દિલનું ઈમોજી પણ શેર કર્યું. કોલકાતા નાઈટ રાઈડર્સે પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રિંકુ-કુલદીપનો આ વીડિયો શેર કરીને આ વિવાદ અંગે સ્પષ્ટતા આપી છે.

 

જાણો બંને વચ્ચે શું થયું?

દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ઘરઆંગણાની ટીમને 14 રનથી હરાવ્યું. મેચ સમાપ્ત થયા પછી, બધા ખેલાડીઓ એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા. કુલદીપ અને રિંકુ પણ સાથે ઉભા રહીને મજા કરી રહ્યા હતા. પરંતુ અચાનક કુલદીપે રિંકુને થપ્પડ મારી દીધી. કુલદીપે મજાકમાં રિંકુને થપ્પડ મારી, પણ રિંકુનો ફેસ સંપૂર્ણપણે ઉતરી ગયો. જ્યારે કુલદીપે બીજી વાર રિંકુને થપ્પડ મારવા માટે હાથ ઊંચો કર્યો, ત્યારે KKR સ્ટાર ખેલાડી ચીડાઈ ગયો. કુલદીપના આ વર્તન માટે ફેન્સ સોશિયલ મીડિયા પર તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

કોલકાતાએ દિલ્હીને હરાવ્યું

મેચની વાત કરીએ તો, કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 204 રન બનાવ્યા હતા. ટીમ તરફથી અંગક્રિશ રઘુવંશીએ 32 બોલમાં 44 રન બનાવ્યા. જવાબમાં દિલ્હીની ટીમ નવ વિકેટે માત્ર 190 રન જ બનાવી શકી. ફાફ ડુ પ્લેસિસે 62 રન બનાવ્યા જ્યારે કેપ્ટન અક્ષર પટેલે 43 રન બનાવીને ટીમને જીત અપાવવા પ્રયત્ન કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. કોલકાતા તરફથી સુનીલ નારાયણે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. આ જીત બાદ, KKR ની પ્લેઓફમાં પહોંચવાની આશા અકબંધ રહી છે.

Share :

સંબંધિત સમાચાર