IPL 2025: જયપુરમાં આજે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જોરદાર ટક્કર
બેટસમેનો માટે આ પીચ લકી
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ( જયપુર સવાઈ માનસિંહ સ્ટેડિયમ પિચ રિપોર્ટ ) ની પીચ પર સામાન્ય રીતે બેટસમેનોને સફળતા મળી છે. આ સ્ટેડીયમમાં કોઈપણ કેપ્ટન ટોસ જીતતા પહેલા બોલિંગ કરવાનું પસંદ કરતા હોય છે. જો કે આ મેદાન પર સ્પિનરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમની પીચની ખાસિયત છે કે મેચની શરૂઆતમાં બોલરોને મદદ મળે છે જયારે રમત આગળ વધે છે ત્યારે બેટ્સમેનનું બેટ આક્રમક બનતા રનનો ઢગલો થવા લાગે છે. જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સની ટીમ આઈપીએલની આ સિઝનમાં 10 માંથી માત્ર 3 મેચ જીતી શકી છે. છેલ્લી 5 મેચમાં રાજસ્થાન રોયલ્સને ફક્ત એક જ જીત મળી છે. છેલ્લી મેચમાં ગુજરાતનો રાજસ્થાન સામે 8 વિકેટે પરાજય થયો હતો. આજની મેચમાં જીત મેળવવી રાજસ્થાન રોયલ્સ માટે વધુ મહત્વની બને છે. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં વધુ ક્રમાંક મેળવવા જીત મેળવવા જોર લગાવશે.
Also Read
IPL 2025 વચ્ચે આર અશ્વિનને મળ્યો મોટો એવોર્ડ, રાષ્ટ્રપતિ મુર્મૂએ કર્યું સન્માન
IPL 2025: મેચ ફિક્સિંગના આરોપોથી ગુસ્સે થઈ રાજસ્થાન રોયલ્સ, સરકારને કરી અપીલ
IPL 2025માં 'થપ્પડ કાંડ'! KKRએ શેર કર્યો નવો વીડિયો
રાજસ્થાન માટે આ સ્ટેડિયમ લકી
આ સ્ટેડિયમના મેદાન પર કુલ 60 મેચ રમાઈ છે. જેમાં મોટાભાગે પ્રથમ બેટિંગ કરનાર ટીમે 21 મેચ જીતી છે જ્યારે સેકન્ડ ઇનિંગ એટલે કે પાછળથી બેટિંગ કરનારી ટીમે 39 મેચ જીતી છે. કુલ 33 મેચ ટોસ જીતીને જીતી છે, જ્યારે 27 મેચ ટોસ હારીને જીતી છે. આ સ્ટેડિયમમાં રાજસ્થાન અને મુંબઈ (RR Vs MI હેડ-ટુ-હેડ) કુલ 8 વખત ટકરાયા છે, જેમાં મુંબઈ બે વાર જીત્યું છે, જ્યારે રાજસ્થાન 6 વખત જીત્યું છે. રાજસ્થાન રોયલ્સ ખરાબ પરફોર્મન્સના કારણે પ્લેઓફમાં સ્થાન મેળવવાની નબળી આશા હોવા છતાં જીત મેળવવા પ્રયાસ કરશે. તેમને સૂર્યવંશીના રૂપમાં આશાનું કિરણ મળ્યું છે. કેપ્ટન સંજુ સેમસન સાઈડ સ્ટ્રેનને કારણે બહાર થઈ ગયા બાદ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક મળી. આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત બોલરોને પડકાર્યા પછી, ડાબોડી બેટ્સમેન સૂર્યવંશી વિશ્વના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાંના એક, જસપ્રીત બુમરાહનો સામનો કેવી રીતે કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે.
રાજસ્થાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, નીતીશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ થીક્ષાના, સંદીપ શર્મા, યુદ્ધવીર સિંહ ચરક.
મુંબઈની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રેયાન રિકલ્ટન (વિકેટકીપર), રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, કોર્બીન બોશ, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, કર્ણ શર્મા.