તાજા સમાચાર

યુઝવેન્દ્ર ચહલે પહેલા દીપક હુડ્ડાને પેવેલિયન મોકલ્યો, પછીના બોલ પર તેને અંશુલ કંબોજને પેવેલિયન મોકલ્યો અને પછી છેલ્લા બોલ પર તેને નૂર અહેમદને પણ આઉટ કર્યો. હવે તે IPLમાં એકથી વધુ હેટ્રિક લેનાર બોલર બની ગયો છે. કુલ મળીને, તેને ઓગણીસમી ઓવરમાં ચાર વિકેટ લીધી.

19મી ઓવરમાં ચહલે મોટી હાંસલ કરી આ સિદ્ધિ

Also Read

જ્યારે કેપ્ટન શ્રેયસ ઐયરે 19મી ઓવર યુઝવેન્દ્ર ચહલને સોંપી ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે ઈતિહાસ રચાશે. તેનો પહેલો બોલ વાઈડ હતો, પરંતુ બીજા બોલ પર એમએસ ધોનીએ સિક્સર ફટકારી. આ પછી એવું લાગતું હતું કે આ એક મોંઘી ઓવર બનવાની છે. પરંતુ ચહલે બીજા જ બોલ પર ધોનીને આઉટ કર્યો.

 

 

 

 

ધોનીએ આ બોલ પર પણ સિક્સર ફટકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બાઉન્ડ્રી પર કેચ થઈ ગયો. આ પછી તેને ત્રીજા બોલ પર બે રન આપ્યા. તેને ઓવરના ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર સતત ત્રણ વિકેટ લીધી અને પોતાની હેટ્રિક પૂર્ણ કરી. એટલે કે આ ઓવરમાં ચહલે ચાર વિકેટ લીધી અને માત્ર નવ રન આપ્યા. આ ઓવર પહેલા ચેન્નાઈએ ફક્ત પાંચ વિકેટ ગુમાવી હતી, જે એક જ ઓવરમાં નવ વિકેટ થઈ ગઈ. છેલ્લી ઓવરમાં, અર્શદીપ સિંહે બીજી વિકેટ લીધી અને CSK ઈનિંગ્સનો અંત લાવ્યો. ટીમ ચાર બોલ બાકી રહેતા આઉટ થઈ ગઈ હતી.

ચહલની IPLમાં બીજી હેટ્રિક

આ યુઝવેન્દ્ર ચહલની IPLમાં બીજી હેટ્રિક છે. આ પહેલા અમિત મિશ્રાએ IPLમાં ત્રણ વખત હેટ્રિક લીધી છે જ્યારે યુવરાજ સિંહના નામે પણ બે હેટ્રિક છે. હવે આ ચહલની બીજી હેટ્રિક છે. એટલું જ નહીં, તેને ઓવરમાં ચાર વિકેટ પણ લીધી છે. તે બે વાર આવું કરનાર પ્રથમ IPL બોલર પણ બન્યો છે. આ મેચમાં તેને ત્રણ ઓવરમાં 32 રન આપીને ચાર વિકેટ લીધી.

 

Share :

સંબંધિત સમાચાર