CSK Vs PBKS: પંજાબે ચેન્નાઈને હરાવ્યું, શ્રેયસ ઐયર-પ્રભસિમરન સિંહે ફટકારી અડધી સદી
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફ માટે થઈ શકી નથી ક્વોલિફાય
ચેપોક ખાતે પ્રથમ બેટિંગ કરતા, ચેન્નાઈ સુપર કિંગ્સે સેમ કરનના 88 રનની મદદથી 190 રન બનાવ્યા. જવાબમાં, પંજાબ કિંગ્સે છેલ્લી ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો. પંજાબ તરફથી કેપ્ટન શ્રેયસ ઐયરે 41 બોલમાં 72 રનની શાનદાર ઈનિંગ રમી. ઓપનર પ્રભસિમરન સિંહે પણ અડધી સદી ફટકારી. સતત બીજી વખત, ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નથી.
Also Read
Punjab Kingsને મોટો ઝટકો, સ્ટાર ઓલરાઉન્ડર સિઝનમાંથી બહાર
Yuzvendra Chahalએ ચેન્નાઈ સામે હેટ્રિક લઈને મચાવી ધૂમ, હાંસિલ કરી સિદ્ધિ
Shahid Afridi સામે ભારત સરકારે કરી કાર્યવાહી, ઝેર ઓકવા બદલ લીધો નિર્ણય
પ્રભસિમરન સિંહ અને શ્રેયસ ઐયરે ફટકારી અડધી સદી
ચેન્નાઈ દ્વારા આપવામાં આવેલા 191 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે પંજાબની શરૂઆત સારી રહી હતી. પંજાબની પહેલી વિકેટ 5મી ઓવરમાં 44 રનના કુલ સ્કોર પર પડી. પ્રિયાંશ આર્ય 15 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 23 રન બનાવીને આઉટ થયો. આ પછી, પ્રભસિમરન સિંહ અને શ્રેયસ ઐયરે ચેન્નાઈના બોલરોને આડેહાથ લીધા. બંનેએ મેદાનની આસપાસ મુક્તપણે શોટ રમ્યા.
પ્રભસિમરન સિંહ 36 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો. તેને 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. જ્યારે તે આઉટ થયો ત્યારે એવું લાગતું હતું કે હવે ચેન્નાઈ વાપસી કરશે, પરંતુ ઐયરે એવું થવા દીધું નહીં. તે એકલા હાથે ટીમને લક્ષ્ય તરફ લઈ જતો રહ્યો. આ દરમિયાન, નેહલ વઢેરા 5 રન બનાવીને આઉટ થઈ ગયો, પરંતુ ઐયરે ઝડપથી રન બનાવવાનું ચાલુ રાખ્યું.
શ્રેયસ ઐયરે રહ્યો જીતનો હીરો
શશાંક સિંહે 12 બોલમાં એક ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 23 રન બનાવીને કેપ્ટનને સંપૂર્ણ સપોર્ટ કર્યો. શ્રેયસ ઐયરે 41 બોલમાં 72 રન બનાવ્યા. તેના બેટમાંથી 5 ચોગ્ગા અને 4 છગ્ગા લાગ્યા. પોતાની ટીમનો વિજય સુનિશ્ચિત કર્યા પછી ઐયર આઉટ થયો. જોશ ઈંગ્લીસ 6 રન બનાવીને અણનમ રહ્યા. માર્કો યાન્સેન વિજયી ચાર ફટકાર્યા બાદ અણનમ રહ્યો.
ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ખલીલ અહેમદે 28 રન આપીને બે વિકેટ લીધી. મથિશા પથિરાનાએ પણ 2 વિકેટ લીધી, પરંતુ તેને પોતાના ક્વોટા ઓવરમાં 45 રન આપ્યા. રવિન્દ્ર જાડેજા અને નૂર અહેમદને એક-એક સફળતા મળી.
યુઝવેન્દ્ર ચહલે લીધી હેટ્રિક
યુઝવેન્દ્ર ચહલે એક ઓવરમાં ચાર વિકેટ લીધી હતી જેમાં હેટ્રિકનો સમાવેશ થાય છે અને ચેન્નાઈને 190 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ચેન્નાઈ તરફથી સેમ કરને 88 રન બનાવ્યા. જ્યારે ડેવાલ્ડ બ્રેવિસે 32 રનની ઈનિંગ રમી. ધોનીએ એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો.