તાજા સમાચાર

પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો જે યોગ્ય સાબિત થયો. આરસીબીની ટીમ 14 ઓવરમાં નવ વિકેટે માત્ર 95 રન જ બનાવી શકી. જવાબમાં પંજાબે 12.1 ઓવરમાં પાંચ વિકેટે 98 રન બનાવીને મેચ જીતી લીધી. પંજાબ તરફથી નેહલ વાઢેરાએ 19 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી સૌથી વધુ અણનમ 33 રન બનાવ્યા. આરસીબી તરફથી જોશ હેઝલવુડે ત્રણ વિકેટ લીધી જ્યારે ભુવનેશ્વર કુમારે બે વિકેટ લીધી.

વરસાદના વિક્ષેપિત 14 ઓવરની મેચમાં પંજાબ કિંગ્સે આરસીબીને 5 વિકેટે હરાવ્યું. ફરી એકવાર RCB ઘરઆંગણે હારી ગયું છે. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 95 રન બનાવ્યા. જવાબમાં પંજાબ કિંગ્સે 12.1 ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો. પહેલા પંજાબ માટે બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને પછી બેટિંગમાં, નેહલ વાઢેરાએ 19 બોલમાં અણનમ 33 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. આ જીત સાથે, પંજાબ કિંગ્સ હવે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.

Share :

સંબંધિત સમાચાર