- 11 Mar, 2026
- 43
જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં એક આતંકવાદી ઠાર:સેનાને બે આતંકવાદીઓની ઘૂસણખોરીની જાણકારી મળી હતી, બીજાની શોધખોળ ચાલુ
જમ્મુ-કાશ્મીરના ઝંગર-નૌશેરા સેક્ટરમાં LoC પર ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો. ભારતીય સેનાએ જણાવ્યું કે 10 માર્ચ 2026ના રોજ બપોરે લગભગ 3 વાગ્યે લાઇન ઓફ કંટ્રોલ પર ઝંગર-નૌશેરા વિસ્તારમાં બે આતંકવાદીઓની હિલચાલ જોવા મળી હતી.
સેનાએ જણાવ્યું કે સૈનિકોએ ઝડપથી કાર્યવાહી કરી અને ઘૂસણખોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો. બીજા આતંકવાદીની શોધખોળ ચાલુ છે. સેનાના જણાવ્યા અનુસાર, જમીન અને હવાઈ સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે.
છેલ્લા 5 દિવસમાં જમ્મુ-કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં સુરક્ષા દળોએ બીજી વખત ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે.

.jpg)
.jpg)